જમાત એ ઈસ્લામીના બેંક ખાતા સીઝ થતા મહેબુબાએ કર્યો વિરોધ, કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ઉતર્યા

કેન્દ્ર સરકાર દ્વારા જમાત એ ઈસ્લામી સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવાયા બાદ અધિકારીઓએ કાશ્મીરમાં સંગઠન સંલગ્ન અનેક સંપત્તિઓ જપ્ત કરી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે જમાત એ ઈસ્લામીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓના નિવાસ સ્થાન સહિત અનેક સંપત્તિઓ શુક્રવારે રાતે શહેર અને ઘાટીના અનેક વિસ્તારોમાં સીલ કરી દેવાઈ છે. જમાત પર કાર્યવાહી બાદ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ વિરોધ પ્રદર્શન કર્યું અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યાં. 
જમાત એ ઈસ્લામીના બેંક ખાતા સીઝ થતા મહેબુબાએ કર્યો વિરોધ, કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ઉતર્યા

શ્રીનગર: કેન્દ્ર સરકાર દ્વારા જમાત એ ઈસ્લામી સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવાયા બાદ અધિકારીઓએ કાશ્મીરમાં સંગઠન સંલગ્ન અનેક સંપત્તિઓ જપ્ત કરી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે જમાત એ ઈસ્લામીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓના નિવાસ સ્થાન સહિત અનેક સંપત્તિઓ શુક્રવારે રાતે શહેર અને ઘાટીના અનેક વિસ્તારોમાં સીલ કરી દેવાઈ છે. જમાત પર કાર્યવાહી બાદ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ વિરોધ પ્રદર્શન કર્યું અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યાં. 

તેમણે જણાવ્યું કે જમાત એ ઈસ્લામીના નેતાઓના બેંક ખાતા પણ સીલ કરી દેવાયા છે. અધિકારીએ જણાવ્યું કે વિભિન્ન જિલ્લાધિકારીઓએ પણ જમાત નેતાઓની સ્થિર અને હંગામી સંપત્તિઓની સૂચિ માંગી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે સંગઠન પર પ્રતિબંધ કે મની લોન્ડરિંગના મામલાઓમાં એનઆઈએ દ્વારા કરાયેલી તપાસ સાથે કોઈ સંબંધ છે  કે નહીં. 

— ANI (@ANI) March 2, 2019

આતંકી સંગઠનોના સંપર્કમાં રહેવાનો આરોપ
અત્રે જણાવવાનું કે જમાત એ ઈસ્લામી પર દેશમાં રાષ્ટ્રવિરોધી  અને વિધ્વંસકારી ગતિવિધિઓમાં સામેલ હોવાનો અને આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક રાખવાનો આરોપ છે. સુરક્ષાદળોએ પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ અલગાવવાદી તાકાતો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે તથા જમાત એ ઈસ્લામી જમ્મુ એન્ડ કશ્મીરના અનેક નેતાઓ અને સમર્થકોની ધરપકડ કરી છે. 

J&K: જમાત એ ઈસ્લામીના 60થી વધુ બેંક ખાતા સીઝ, 4500 કરોડની સંપત્તિ હોવાનો શક
આતંકવાદને ફંડિંગ કરવાના આરોપી અલગાવવાદી જમાત એ ઈસ્લામી પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધ લગાવ્યાં  બાદ હવે આ આતંકવાદી સંગઠનના અત્યાર સુધી 350 સભ્યોની ધરપકડ  થઈ ચૂકી છે. જ્યારે 60થી વધુ બેંક  ખાતા સીઝ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તપાસમાં જમાત એ ઈસ્લામીની કુલ સંપત્તિ 4500 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આ સંગઠન 400 શાળાઓ, 350 મસ્જિદો અને એક હજાર મદરેસાઓ ચલાવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news